Pages

Wednesday 19 January, 2011

એક ગુજરાતી કવિતા

નાના હતા ત્યારે  કેવાંક અટકચાળા કરતા હતા, નદી નાળે ભટકાતાતા,

એ તો હવે જુની વાત છે,

કેવા ચડતા આફળતા હતા જ્હાડની ડાળીઓ પર અને હવાતિયા મારતાંતા, જ્હાડ પરથી પાડેલ એક કેરી ખાવા,

એ તો હવે જુની વાત છે,

જંગલમાં ભટકાતા ભટકાતા એ લેહારથી આવતા હતા અને બેફિકર ફરતા હતા,

એ તો હવે જુની વાત છે,

રમતાતા ગીલી ડુંડા અને ઘણા જોડે મારામારી કરી, આવતાંતા ઘેર,

એ તો હવે જુની વાત છે,

હવે બદલાયો છે સમય અને બદલાયા છે માણશોના મન, કેવા હતા આપણા મોટેરાઓ જે કોઈ પણ ક્ષણે મદદે આવી ચડતાતા,

એ તો હવે જુની વાત છે,

ગાડી, બંગલા, રૂપિયા, ખાઈ ગયા છે બધાના મન અને સમયની દોડમાં ભૂલી ગયા આપણે જ આપણા નાનપણને,

એ તો હવે જુની વાત છે,

આજે મન મુકીને વસવાનું મન થાય છે, કે પછી આ ખુલ્લા આકાશમાં વિહરવાનું મન થાય છે,
પણ કયા છે સમય આ બધાની પાછળ પાગલ થવાનો, એ જ તો મોટી વાત છે.

No comments:

Post a Comment

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...